રૂ. 2000ના આ મોબાઇલના ફિચર પણ દમદાર

0
656

મોબાઇલ માર્કેટમાં રોજે રોજ અનેક નવા ફોન આવી રહ્યા છે. જેની કિંમત રૂ,5,000થી લઇને લાખો રૂપિયા હોય છે. પરંતુ અહીં અમે એવા મોબાઇલ ફોન વિશે વાત કરીએ છીએ કે જે માત્ર રૂ.2000નો છે. આ ફોનના ફિચર ખુબજ દમદાર છે.આને દુનિયાનો સૌથી નાનો ફોન માનવામાં આવી રહ્યો છે. આ ફોનને ZANCO કંપનીએ બનાવ્યો છે. આ ફોનનું નામ tiny t1 છે. આ ફોન તમારા અંગૂઠાથી પણ નાનો અને સિક્કા જેટલો પતલો છે. આ ફોનમાં આલ્ફાન્યૂમેરિક કિબોર્ડ છે. આ ફોનનું વજન માત્ર 13 ગ્રામ છે. આ ફોનના મોબાઇલની બેટરી દમદાર છે.આ ફોનની બેટરી ત્રણ દિવસ સ્ટેન્ડબાય ટાઇમ અને 180 મિનિટ ટોક ટાઇમ સુધી ચાલે છે. આ ફોનમાં બીજા સ્માર્ટફોનની જેમ જ નેનો સીમ લગાવવામાં આવે છે. ZANCO tiny t1માં તમે 300 લોકોના નંબર સેવ કરી શકો છો. જેમાં 50થી વધારે મેસેજ સ્ટોર કરી શકાય છે. આ સ્માર્ટફોનમાં 32 MB રેમ અને 32 MB રોમ આપવામાં આવી છે.આ ઉપરાંત ફોનમાં માઇક્રો યુએસબી ચાર્જર પણ આપવામાં આવ્યું છે. આ મોબાઇલમાં ઇનબિલ્ટ વોઇસ ચેન્જર, બ્લૂટૂથ, માઇક્રો USB જેવા શાનદાર ફિચર છે. આ ફોનની ઉંચાઇ 46.7mm અને પહોળાઇ 21mm છે. આ મોબાઇલની જાડાઇ 12mm છે.આ મોબાઇલ ફોનમાં 0.49 ઇંચની OLED સ્ક્રીન છે. ફોનની સ્ક્રીનનું રિઝોલ્યૂશન 64×32 ફિક્સલ છે. આ ફોન 2G નેટવર્કને સપોર્ટ કરે છે. આ મોબાઇલમાં લાઉડ સ્પીકર અને માઇક જેવા ફિચર પણ આપવામાં આવ્યા છે. જોકે, આ ફોનમાં ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકાતો નથી.