રાજકોટમાં દિવાળી પછી જમીન-મકાનના ધંધામાં 50 ટકાનો ઘટાડો!

0
708

દિવાળી પછી જમીન-મકાનના ધંધામાં 50 ટકાનો ઘટાડો
રાજકોટ તા.17
મંદીના માહોલમાં નવરાત્રી દરમિયાન રાજકોટ શહેરમાં 10 હજાર જેટલી મિલ્કતોનું ખરીદ-વેચાણ થયા બાદ દિવાળી પર્વ દરમિયાન શહેરમાં મિલ્કત ખરીદ-વેચાણમાં 50 ટકાનો ઘટાડો નોંધાયો છે જોકે રીઅલ એસ્ટેટ મંદી નોટબંધી અને જી.એસ.ટી.બાદ શરુ થયાનું માર્કેટ્ એકસપર્ટસ જણાવી રહ્યા છે.સબ રજીસ્ટાર કચેરીમાં નોંધાયેલ આંકડા મુજબ દિવાળી અને લાભપાંચમ જેવા તહેવારમાં બોણી કરવા ખાતર જ જમીન-મકાનના ધંધાર્થીઓએ મિલ્કતનું ખરીદ-વેચાણ કર્યુ હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે જે માર્કેટ માટે નિરાશા ઉપજાવે છે, નવરાત્રી દરમિયાન રાજકોટમાં મંદીનાં માહોલમાં રાજકોટમાં જમીન-મકાનમાં કોઇ અસર વર્તાઇ ન હોવાનું ચિત્ર ઉભું થઇ રહ્યું હતુ પરંતુ આ માત્ર પરપોટો હોય વાસ્તવિકતામાં ફુટી ગયો છે.
ગત મહિને નોંધાયેલ દસ્તાવેજમાં સૌથી વધુ મોરબી રોડ, રતનપર, ગૌરીદડ, રોણકીમાં 1160 દસ્તાવેજ નોંધાયા હતા. જ્યારે ઘંટેશ્ર્વર, પરાપીપળીયામાં પણ 823 દસ્તાવેજ થયા હતા. ત્યારબાદ રૈયા-મુંજકા, વેજાગામમાં 786 મિલ્કતોથી ખરીદ-વેચાણ થયું હતું. યાજ્ઞિક રોડ, કાલાવડ રોડ સહિતના વિસ્તારમાં 749 દસ્તાવેજ નોંધાયા છે. જ્યારે મવડી-કણકોટ, રામનગરમાં 717 દસ્તાવેજ, નાનામવા, મોટામવા, વાજડીમાં 557 દસ્તાવેજ, કોઠારીયા, વાવડી, થોરાળા, લાપાસરી સહિત રાજકોટ તાલુકામાં 840 મિલ્કતોનું ખરીદ વેચાણ થયું છે.નાણા મૌવા ઘંટેશ્વર જેવા વિસ્તારોમાં તૈયાર નવા મકાનો છે પણ ગ્રાહકોમાં કોઈ ઉત્સાહ નથી!