ખાનગી ટ્રેનોના સંચાલન માટે L&T, GMR, વેલસ્પન ઉત્સુક, 12 સંકુલ માટે કરશે અરજી

0
394


નવી દિલ્હી: લાર્સન એન્ડ ટૂબ્રો, જીએમઆર, વેલસ્પન એ કંપનીઓમાંથી છે, જેને ટ્રેનોના ખાનગી સંચાલનના આવેદન પ્રસ્તાવ (RFP) તબક્કામાં ભાગ લેવા યોગ્ય ગણવામાં આવ્યા છે. આ 151 ટ્રેનોનું સંચાલન 12 સંકુલોમાં કરવામાં આવનાર છે. રેલ મંત્રાલયે સત્તાવાર નિવેદનમાં જણાવ્યું કે, તેમને 16 કંપનીઓમાંથી 120 અરજીઓ મળી હતી. જેમાંથી 102 અરજીઓ યોગ્ય લાગી છે. ભારતીય રેલ નેટવર્ક પર પ્રાઈવેટ ટ્રેન સંચાલનથી 30,000 કરોડ રૂપિયાનું ખાનગી રોકાણ આવવાની અપેક્ષા છે. આ પ્રકિયા માટે ખાનગી ક્ષેત્રના એકમોને બે તબક્કાવાળી પ્રતિસ્પર્ધાત્મક તથા પારદર્શી નિલામી પ્રક્રીયામાંથી પસાર થવું પડશે. આમાં પાત્રતા અરજી (RFQ) અને આવેદન પ્રસ્તાવ (RFP)ની પ્રક્રીયા સામેલ છે. સરકારે 12 સંકુલ માટે આરએફક્યૂ 1 જુલાઈ 2020એ જારી કર્યા હતા. આ હેઠળ મળેલ અરજીઓ 7 સપ્ટેમ્બર 2020ના નક્કી કરેલ તારીખે ખોલવામાં આવી. પેસેન્જર ટ્રેન પ્રાઈવેટ ઓપરેશન પ્રોજેક્ટના આરએફપી તબક્કા માટે યોગ્ય માનવામાં આવેલ કંપનીઓમાં અરવિંદ લિમિટેડ. જીએમઆર હાઈવેઝ લિમિટેડ, ભારતીય રેલ કેટરિંગ એન્ડ ટૂરિઝન કોર્પોરેશન (IRCTC), આઈઆરબી ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સ અને માલેમપતિ પાવર પ્રાઈવેટ વગેરે સામેલ છે,,ખાનગીકરણ ભવિષ્યમાં રેલયાત્રાને મોંઘુ બનવાની સંભાવના જોવામાં આવી રહી છે.