રેડ એલર્ટ: જેનેટિકલી મોડિફાઇડ બિયારણ અને માનવીના ડીએનએ પર તેનો પ્રભાવ
જેનેટિકલી મોડિફાઇડ ઓર્ગેનિઝમ્સ (GMOs), ખાસ કરીને જેનેટિકલી મોડિફાઇડ બિયારણ (GM Seeds), વૈજ્ઞાનિકો દ્વારા માનવ જીવન અને પર્યાવરણમાં સુધાર લાવવા માટે વિકસાવવામાં આવ્યાં છે. તેમ છતાં, તેના આર્થિક અને કૃષિ ક્ષેત્રના ફાયદાઓની સાથે માનવ આરોગ્ય પર તેના લંબગાળાના પ્રભાવ અંગેના પ્રશ્નો પણ ઉઠે છે. આ લેખમાં, અમે જેનેટિકલી મોડિફાઇડ બિયારણ માનવીના ડીએનએ પર શું અસર કરી શકે છે, તેના વિષે મેડિકલ સાયન્સના સંદર્ભે ચર્ચા કરીશું.
જેનેટિકલી મોડિફાઇડ (GM) બિયારણ અને તેની આરોગ્ય પરની અસરો
જેનેટિકલી મોડિફાઇડ બિયારણના ખોરાકમાં અસરો વિશે વિવિધ તર્ક અને વિવાદ છે. આરોગ્ય પરની અસર અંગે કેટલાક મુખ્ય મુદ્દાઓમાં જીન્સ ટ્રાન્સફર, એલર્જિક આડઅસર, દવાઓ પ્રત્યે રેઝિસ્ટન્સ વગેરે શક્યતાઓનો સમાવેશ થાય છે.
- જીન્સ ટ્રાન્સફર અને માનવ ડીએનએ પર પ્રભાવ
માનવ શરીરમાં ડીએનએ દરેક કોષમાં વિવિધ કાર્યો માટે જાણીતું છે. કેટલાક અભ્યાસોમાં દર્શાવવામાં આવ્યું છે કે જ્યારે જેનેટિકલી મોડિફાઇડ (GM) બિયારણમાંથી બનાવેલા ખોરાકનું સેવન કરીએ છીએ, ત્યારે તેના ડીએનએ ટુકડાઓ પાચનતંત્રમાં તૂટીને શરિરમાં શોષાઈ જાય છે. જો કે, GM પાકોના ડીએનએ માનવ ડીએનએ સાથે સંકલિત થાય તેવું બહુ દુર્લભ છે, અને અત્યાર સુધીમાં આ અંગે કોઈ મજબૂત પુરાવા નથી મળ્યા.
જે રીતે ડીએનએ પાચન પ્રક્રિયામાં વિઘટિત થાય છે, તે દર્શાવે છે કે GM પાકોમાંથી કોઇ પણ જીન ટ્રાન્સફર થવાની શક્યતા ખૂબ જ ઓછી છે. જો કે, કેટલાક સંશોધકોનો દાવો છે કે લાંબા ગાળે GM ખોરાકનું સેવન માનવ ડીએનએ પર ખોટી અસર કરી શકે છે. જેનેટિકલી મોડિફાઇડ (GM) બિયારણના ઉપયોગ પછી ભારતમાં વધેલા રોગો વિષયક આજ સુધી કોઈ ખાસ રિસર્ચ થયું નથી જે કરવાની જરૂર છે.
- એલર્જી વિષયક અસરો
GM ખોરાકનો ઉપયોગ કરવામાં મુખ્ય ચિંતામાંથી એક એ છે કે તે એલર્જી રિએક્શન કરી શકે છે. જો નવા જીન્સને એક પાકમાં દાખલ કરવામાં આવે છે, તો તે કેટલાક લોકોને એલર્જી વિષયક આડઅસર આપી શકે છે. જો કે, આને રોકવા માટે કડક નિયમન અને પરીક્ષણ પ્રક્રિયાઓ અપનાવવામાં આવે છે. વૈજ્ઞાનિકો દાવો કરે છે કે આ માટે નિરીક્ષણ અને નિયમન મુખ્ય છે જેથી ખાદ્યપદાર્થ સલામત રહે.
- એન્ટીબાયોટિક પ્રતિરોધ
GM પાકોના વિકાસમાં, ક્યારેક જીવાણુઓ સામે પ્રતિકારક જીનો દાખલ કરવામાં આવે છે, જે ખેતરોમાં જીવાણુઓના અસરકારક નિયંત્રણ માટે ઉપયોગી છે. જો કે, આ બાબતે ચિંતાઓ છે કે આ પ્રકારના જીન્સનો ઉપયોગ માનવ દવાઓ તરફી એન્ટીબાયોટિક પ્રતિકારકતા વધારશે તો હળવા એન્ટીબાયોટીક દવાઓ માનવીને કોઈ રોગ સામે લડત નહિ આપી શકે. આથી, વૈજ્ઞાનિકો GM પાકો માટે નોન-એન્ટીબાયોટિક ટૂલ્સ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે.
- કેન્સર અને અન્ય લાંબા ગાળાના રોગો
GM ખાદ્યપદાર્થોના સેવન અને કેન્સર જેવા રોગોના જોખમ વચ્ચેના સંબંધ વિશે તર્કવિતર્ક છે. કેટલાક અભ્યાસોમાં એવું કહેવામાં આવ્યું છે કે GM ખોરાકનું લાંબા ગાળાના ઉપયોગ કેન્સરના જોખમને વધારી શકે છે, પણ તે માટે પુરતા વૈજ્ઞાનિક પુરાવા ઉપલબ્ધ નથી. અન્ય અભ્યાસો દર્શાવે છે કે GM ખોરાક સલામત છે અને તેના નકારાત્મક આરોગ્ય પરિસ્થિતિઓ સાથે કોઈ સીધો સંબંધ નથી પરંતુ વ્યવહારિક રીતે જોઈએ કે મજબૂત અને વગદાર લોબીઓ વૈશ્વકસ્તરે બિયારણ વિશ્વમાં પોતાની પ્રોડક્ટ વેચવા તેમના ધંધાને નુકશાન કરે એવી માહિતીઓ દબાવી દેતી હોય છે.મોન્સાન્ટો કંપનીનું બીટી કપાસ એવું જ વિવાદાસ્પદ બિયારણ છે.ઘણા સમય પહેલા નવી દિલ્હીની ‘નવધાન્ય’ નામની સંસ્થા વતી પયૉવરણવિદ વંદના શિવાએ ખાધ્ય પાકોમાં (જેમાં શાકભાજીઓના બિયારણ પણ સામેલ છે)બીટી બિયારણના પ્રચારને અટકાવવા ભારતની સર્વોચ્ચ અદાલતમાં રિટ પિટીશન દાખલ કરી હતી. સર્વોચ્ચ અદાલતે જિનેટિકલી મોડફિાઇડ સીડ્સનાં તમામ પાસાઓની ચકાસણી કરવાનું કામ એક ખાસ ઘટિત ટેક્નિકલ એક્સપર્ટ કમિટીને સોંપ્યું હતું. આ કમિટીએ દેશભરમાં બીટી બિયારણ ઉપર ચાલતાં તમામ પ્રયોગો બંધ કરાવવાની ભલામણ કરવા ઉપરાંત અત્યાર સુધી જે પ્રકારે બીટી બિયારણનો ઉપયોગ થયો છે તેની અસરોનો અભ્યાસ કરવો પણ જરૂરી છે.આ કેસ બાબતે શું જજમેન્ટ આવ્યું તેની માહિતી મળી નથી. આજે દેશમાં હાર્ટ સબંધી રોગો જેમ કે હૃદયની નળીઓ બ્લોકેજ અને કપાસિયા તેલને સીધું સાંકળવામાં આવે છે. હવે આજે દેશમાં જે કપાસિયા તેલ માર્કેટમાં મળે છે એ બીટી કપાસિયાનું જ હોવાનું એ સામાન્ય બાબત છે. ભારતમાં ડાયાબીટીસ કેસો વધ્યા છે! જી.એમ. બિયારણ ખાદ્યપદાર્થ શરિરમાં બનતા વિવિધ આંતરસ્ત્રાવ પર અસર કરે છે એવા રિસર્ચ પણ બહાર પડતા રહ્યા છે, ડાયાબીટીસ એ પૂરતા ઇન્સ્યુલીન સ્ત્રાવ ન બનવાના કારણે થતો એક રોગ છે! હદય સબંધી રોગો, કેન્સર જેવા રોગોની સમસ્યાઓ જે રીતે વધી એ જોતા તમામ GM બિયારણોની અસરો વિષે આ દેશમાં ઊંડું મેડિકલ રિસર્ચ કરવાની જરૂરિયાત છે, લોકોના ખાનપાન સાથે આ મુદ્દો સીધો સંકળાયેલ છે. પણ ભારત જેવા દેશમાં આરોગ્ય સબંધિત મુદ્દે બહુ નબળી કામગીરી જોવા મળે છે!
વૈજ્ઞાનિક અભ્યાસો અને પરિણામો
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) અને ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશન (FAO), દ્વારા કરવામાં આવેલા વિવિધ અભ્યાસોમાં જણાવવામાં આવ્યું છે કે હાલમાં ઉપલબ્ધ GM ખાદ્યપદાર્થો આરોગ્ય માટે સલામત છે. જોકે, તેમની લાંબા ગાળાની અસર અંગે વધુ અભ્યાસની જરૂરિયાત છે આ મુદ્દે કોઈ આંકડા સાથે રિપોર્ટ્સ બહાર આવ્યા નથી! આરોગ્ય મુદ્દે જે તે દેશના સત્તાધિશોએ જવાબદારી લઈને અભ્યાસ કરવો જોઈએ.વૈશ્વિક આરોગ્ય સંસ્થાઓ પણ વિકસિત દેશોના પ્રભાવ હેઠળ કામ કરતી હોય તો એ જે કહે એ સત્ય છે એવું માની લેવું જરૂરી પણ નથી!
- અભ્યાસોના મૂલ્યાંકન
અન્ય વિવિધ અભ્યાસો જેવા કે યુરોપિયન ફૂડ સેફ્ટી ઓથોરિટી (EFSA)ના અભ્યાસો મુજબ, GM ખાદ્યપદાર્થોનું નિયમિત પ્રમાણમાં સેવન માનવ આરોગ્ય પર કોઈ હાનિકારક અસર કરે છે તેવા પુરાવા મળ્યા નથી. આ અભ્યાસો દરમિયાન વિવિધ ગતિવિધિઓ જેવા કે પાચન, શોષણ અને આહારના બાયોમાર્કર્સનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે.
અરોગ્ય માટેનાં ભવિષ્યનાં પડકારો અને એડવાન્સ પદ્ધતિઓ
જો કે હાલમાં હાજર GM ખોરાક ભલે સલામત માનવામાં આવે છે, પણ ભવિષ્યમાં નવી પદ્ધતિઓ અને નવીનતા આરોગ્ય પર અસર કરી શકે છે. તેથી, કેટલીક જરૂરી ચીજો પર ભાર મુકવો જરૂરી છે,દૂનિયામાં ઓર્ગેનિક ખેતીનું વાતાવરણ બનવા લાગ્યું છે, ગુજરાતના ઘણા ખેડૂતો હવે ઓર્ગેનિક ખેતી તરફ વળી રહ્યા છે એ જ દર્શાવે છે કે GM બિયારણના લાભો જે શરૂઆતમાં જે દેખાતા હતા એ હવે નુકશાન લાગી રહ્યા છે.
- કડકાઈથી નિયમન
GM ખોરાક માટે વધુ કડક નિયમન અને માપદંડોનક્કી કરવા જોઈએ જેથી ખાદ્યપદાર્થોની સલામતી જાળવી રાખી શકાય. વૈજ્ઞાનિકોને નવી તકનીકોના આરોગ્ય પ્રત્યેના અસરના વિશ્લેષણમાં વધુ ધ્યાન આપવું જોઈએ.
- સાવધાનીપૂર્વકનું નિરીક્ષણ
નવા GM ખાદ્યપદાર્થોની મંજૂરી પૂર્વે લાંબા ગાળાના અભ્યાસો અને પરીક્ષણો કરવાં જરૂરી છે. આટલું જ નહીં, પણ તેઓ બજારમાં ઉપલબ્ધ થઈ તો તેનું સાવધાનીપૂર્વકનું નિરીક્ષણ જાળવવું જરૂરી છે.
- જાગૃતિ અને શિક્ષણ
જેનેટિકલી મોડિફાઇડ બિયારણ વિષે જાગૃતિ અને શિક્ષણ દ્વારા લોકોને GM ખાદ્યપદાર્થોના ફાયદા અને જોખમો વિષે સમજ આપવી જરૂરી છે. આથી તેઓ યોગ્ય નિર્ણય લઈ શકે. જી.એમ.બિયારણ દ્વારા બનેલી પ્રોડક્ટ્સ પર આ બાબતે ઉલ્લેખ હોવો જોઈએ જેથી લોકોને ખબર પડે કે તેઓ શું ખાય છેતેની ગ્રાહકને જાણ હોવી જોઈએ!
નિષ્કર્ષ
મેડિકલ સાયન્સના સંદર્ભમાં કહીએ તો, જેનેટિકલી મોડિફાઇડ બિયારણ અને ખોરાક માનવ આરોગ્ય માટે સુરક્ષિત માનવામાં આવે છે, જો કે તેની લાંબા ગાળાની અસર અંગે વધુ સંશોધનની જરૂરિયાત છે.વ્યવહારિક રીતે સામાજિક સ્તરે લોકોના આરોગ્યમાં બહુ મોટા ફેરફારો કેમ આવ્યા છે એ મુદ્દો લોકોએ પણ વિચારવો પડશે દરેક કામ સરકારો પર નાગરિકો છોડી ન શકે! ભારત જેવા દેશમાં સરકારે આ બાબતે ઊંડું મેડીકલ રિસર્ચ કરવાની તાત્કાલિક જરૂરિયાત છે.