સી-પ્લેનના લીધે રિવરફ્રન્ટની નજીક ઉંચી બિલ્ડિંગના પ્રોજેક્ટો ઘોંચમાં, બિલ્ડરો ચિંતામાં

0
839

અમદાવાદ: અમદાવાદમાં સી-પ્લેન સેવા શરૂ થયા બાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને સાબરમતી રીવરફ્રંટની બંને બાજુ પર બનનારી ઉંચા બિલ્ડીંગોને લઈને નવેસરથી કવાયત કરવાની નોબત આવી પડી છે. સી-પ્લેનની ફલાઈટની સંખ્યા ભવિષ્યમાં વધે તો બંને તરફ આકાશને આંબતા બિલ્ડીંગો બાંધવાના આયોજન પર કેવા પ્રકારની અસર થશે અથવા તો બંધાનારા ઉંચા બિલ્ડીંગોની ઉંચાઈ ઘટાડવી પડશે કે કેમ વગેરે જેવી બાબતોની મ્યુનિ.દ્વારા આગામી દિવસોમાં સમીક્ષા કરાશે ,31 ઓકટોબરથી અમદાવાદ અને કેવડીયા વચ્ચે શરૂ કરવામાં આવેલી સી-પ્લેન સેવા સફળ થાય અને ભવિષ્યમાં ફલાઈટની સંખ્યામાં વધારો થાય તો રીવરફ્રંટની બંને તરફ ત્રીસથી વધુ ઉંચા બિલ્ડીંગ બનાવવાનું આયોજન છે તે આયોજન પર શું અસર થઈ શકે એ મામલે મ્યુનિ.તંત્ર દ્વારા ડીટેઈલ સર્વે રીપોર્ટ તૈયાર કરાવી સમીક્ષા કરવામાં આવશે.