લગ્નનો કારોબાર:વેડિંગ ઇન્ડસ્ટ્રીનું કદ 4.74 લાખ કરોડ, ચોથો સૌથી મોટો ઉદ્યોગ

0
28

વેડિંગ એટલે કે લગ્ન સાથે સંબંધિત કારોબારમાં અતિ ઝડપથી વધારો થઇ રહ્યો છે. છેલ્લા એક વર્ષના ગાળામા જ તેના કારોબારમાં 26.4 ટકાનો ઉલ્લેખનીય વધારો થયો છે. જેથી વેડિંગ ઇન્ડસ્ટ્રીઝનુ કદ વધીને 4.74 લાખ કરોડ સુધી પહોંચી ગયું છે. દેશમાં ચોથા સૌથી મોટા ઉદ્યોગ તરીકે લગ્નનો કારોબાર ઉભરી આવ્યો છે. લગ્નના કારોબારમાં વધારો થવા માટે અનેક કારણોને જવાબદાર ગણવામાં આવે છે. ઝડપી શહેરીકરણની વચ્ચે મધ્યમ વર્ગની આવકમાં વધારો થયો છે તે એક મુખ્ય કારણ તરીકે છે.

વેડિંગ પ્લાનિંગ પ્લેટફોર્મ વેડમીગુડના વેડિંગ ઇન્ડસ્ટ્રીઝના રિપોર્ટ 2023-24 મુજબ દેશમાં વેડિંગ ઇન્ડસ્ટ્રીઝના કદમાં વાર્ષિક 7-8 ટકાનો વધારો થઇ રહ્યો છે. નાણાંકીય વર્ષ 2023-24માં આશરે 6.25 લાખ કરોડ રૂપિયાનો આંકડો આ ઇન્ડસ્ટ્રીઝ પાર કરી શકે છે. ઉત્તરાયણ બાદ 16મી જાન્યુઆરીથી લગ્નની સિઝનની શરૂઆત થઇ ચુકી છે. માર્ચ સુધી આશરે 30 લગ્ન મુહુર્ત છે. જેમાં લાખોની સંખ્યામાં લગ્ન થશે. આને લઇને સમગ્ર ઇન્ડસ્ટ્રીઝે તૈયારી કરી છે. કોરાના બાદ આ કારોબારમાં તેજી જોવા મ‌ળી રહી છે.

ડેસ્ટિનેશન વેડિંગની હિસ્સેદારી 18 ટકા વધીને 21 ટકા થઇ

ભારતીય ગ્રાહકોની ખરીદી શક્તિ વધી રહી છે. જેથી ડેસ્ટિનેશન વેડિગની ડિમાન્ડમાં વધારો થઇ રહ્યો છે. ડેસ્ટિનેશન વેડિંગની હિસ્સેદારી 18 ટકા વધીને 21 ટકા થઇ ગઇ છે. કુલ વેડિંગમાં ડેસ્ટિનેશન વેડિંગની હિસ્સેદારી 2022માં 18 ટકા હતી જે 2023માં 21 ટકા થઇ ગઇ છે.