ડી જ્વેલ

0
151

ડી જ્વેલ

યુનિવર્સીટી રોડ

જલારામ નગર

એવોર્ડ: The Fastest Popular Jewellery Showroom of Rajkot District

                           રાજકોટના યુનિવર્સીટી રોડ પર જલારામ નગર ૨૦૦૯માં શરુ થયેલ ડી જ્વેલના સ્થાપક  અને સંચાલક જયેશભાઈ લોઢીયા અને દિપાબેન લોઢીયા છે જે ગ્રાહકોને જ્વેલરીમાં નાવિન્ય સાથે ગ્રાહકોને સંતોષ પણ આપે છે. ડી જ્વેલ એ બહુ ઝડપથી લોકપ્રિય થયેલું નામ છે. રાજકોટ જેવા વિશાળ માર્કેટમાં ઝડપી લોકપ્રિયતા માટે જ ડી જ્વેલ એવોર્ડ માટે પસંદગી પામ્યું છે!

                                સોનામાં ક્રિએટીવ ડિઝાઈન એ  ડી જ્વેલની ખાસિયત છે. ગ્રાહકની જરૂરિયાતને ધ્યાનમાં રાખી, વ્યાપારમાં માનવ સબંધોનું સર્જન અને તેનું જતન કરી ડી જ્વેલે રાજકોટ જેવા માર્કેટમાં પોતાની વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરી છે.

                       વિવિધ કિંમત રેન્જમાં વિશિષ્ટ કલેક્શન ડી.જ્વેલ ઓફર કરે છે. એ વિવિધ પ્રકારના ગોલ્ડ, ડાયમંડ, પ્લેટિનમ, ઇટાલિયન જેમ, બ્રાઇડલ, ડિઝાઇનર, કસ્ટમાઇઝ જ્વેલરી, વેડિંગ એન્ટિક સેટ, કડા, બંગડીઓ, પેન્ડન્ટ સેટના વિશિષ્ટ કલેક્શન ઑફર કરે છે. ડિઝાઈનર વેડિંગ સેટ્સ અને એન્ટિક ગોલ્ડ જ્વેલરીથી લઈને પુરુષોના વેડિંગ બેન્ડ્સ અને બ્રેસલેટ્સ સુધીના તમામ આભૂષણોની વિશાલ રેન્જ ધરાવે છે.

                            ગ્રાહકોને વૈવિધ્યપૂર્ણ ડિઝાઈન અને રેન્જ પૂરી પાડવામાં ડી.જ્વેલ અગ્રેસર છે. સુવર્ણ તથા પ્લેટિનમ દાગીનાની અકલ્પનિય ડિઝાઈન્સ અને રેન્જ ડી.જ્વેલમાં હમેંશા ઉપલબ્ધ હોય છે તેમજ કસ્ટમાઈઝ જ્વેલેરી વર્ક પણ કરવામાં આવે છે. ગ્રાહકની કલ્પના પ્રમાણેની ડિઝાઈન-દાગીના તૈયાર કરી આપવામાં આવે છે. ડી.જ્વેલનો વિકાસ તેના ગ્રાહક પ્રત્યેના પ્રેમ અને વ્યવસાયિક નીતિમત્તાની સાબિતી છે.

                         રાજકોટમાં દશ વર્ષ પૂર્વે રહેણાંક વિસ્તારમાં આવેલી દૂકાનમાં ડી.જ્વેલનો પ્રારંભ થયો હતો એ જ સ્થાન પર આજે વિરાટ શોરૂમ ધમધમે છે. ડી.જ્વેલના કારણે એ વિસ્તાર ગોલ્ડન માર્કેટ જેવો બનવા લાગ્યો છે અને અન્ય સૂવર્ણ વ્યવસાયિઓ ત્યાં આવવા લાગ્યા છે. જ્વેલરી વિષયક ગુણવત્તા નીતિ અને ઘડતર પ્રક્રિયા વિષયક વાત કરીએ તો ડી જ્વેલ અવ્વલ છે. ગુણવત્તા અને પ્રક્રિયામાં વિશ્વાસની ખાતરી આપે છે. આ વિશ્વાસની મજબૂત બનાવવા વિશ્વસ્તરીય ગુણવત્તાના ધોરણો સાથે વિશ્વસનીય આભૂષણોની ખાતરી આપે છે. બ્રાન્ડેડ સુવર્ણયુગમાં સૌરાષ્ટ્રમાં ડી.જ્વેલ ઝડપથી એક બ્રાન્ડ બની ચૂકી છે. અપ્રતિમ પ્રતિષ્ઠા, અપાર વિશ્વાસ અને અકલ્પનિય અલંકારો એ ડી.જ્વેલની ઓળખ બની ગઈ છે. આ માટે જયેશભાઈ અને દિપાબેનનું  આત્મિયતા અને પ્રભાવશાળી મેનેજમેન્ટ જવાબદાર છે. જોકે દીપાબેન વિનમ્રતાથી કહે છે: દેવી શક્તિની કૃપા,વડીલોના આશિર્વાદ અમે મિત્રો જેવા ગ્રાહકોના અપાર પ્રેમના કારણે અમે ઝગમગીએ છીએ! જયેશભાઈ અને દિપાબેનને !  The Fastest Popular Jewellery Showroom  of Rajkot-2023  એવોર્ડ વિજેતા બનવા બદલ ખુબ ખુબ અભિનંદન પાઠવીએ છીએ, ડી જ્વેલ ધ જ્વેલર્સ અને સ્ટાફને ખુબ ખુબ શુભેચ્છા….