31 ડિસેમ્બર સુધી ઈ-કૉમર્સ કંપનીઓનો ઉગ્ર વિરોધ કરવાની કૅઇટની ઘોષણા,

0
348

દેશના વેપારીઓનો ઈ-કૉમર્સ કંપનીઓ સામે એલાન-એ-જંગ!

કૉન્ફેડરેશન ઑફ ઑલ ઇન્ડિયા ટ્રેડર્સ (સીએઆઇટી-કૅઇટ) દ્વારા આજથી ૩૧ ડિસેમ્બર સુધી ઈ-કૉમર્સ કંપનીઓ વિરુદ્ધ નિર્ણાયક યુદ્ધની ઘોષણા કરવામાં આવી છે. આ યુદ્ધ અંતર્ગત આ સંગઠન આજથી ૪૦ દિવસ સુધી ઍમેઝૉન સહિત બધી ઈ-કૉમર્સ કંપનીઓનો વિરોધ કરશે અને સરકાર પાસે ઈ-કૉમર્સ પૉલિસી જાહેર કરવાની માગણી કરવામાં આવશે.

આ બાબતે માહિતી આપતાં કૉન્ફેડરેશન ઑફ ઑલ ઇન્ડિયા ટ્રેડર્સ, મુંબઈ મહાનગરના અધ્યક્ષ શંકર વી. ઠક્કરના જણાવ્યા અનુસાર ‘દેશમાં ઈ-કૉમર્સ કંપનીઓ એફડીઆઇની સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલી પૉલિસીના ધજાગરા ઉડાડી રહી છે. આ કંપનીઓ દેશના રીટેલ વેપાર પર કબજો કરવાનો મનસૂબો ધરાવે છે. અમારા ૪૦ દિવસના આંદોલન દરમ્યાન અમે કેન્દ્ર સરકાર સમક્ષ ઈ-કૉમર્સ પૉલિસી અને ઈ-કૉમર્સ રેગ્યુલેટરી ઑથોરિટી ગઠિત કરે કે તરત ઘોષણા કરવાની માગણી કરવામાં આવશે. કેન્દ્ર અને રાજ્ય સરકારોએ ઈ-કૉમર્સ કંપનીઓને તેમના રાજ્યમાં માલ વેચવા પર રોક લગાડવાની જરૂર છે. આ કંપનીઓ સાથે ગેરકાયદે રીતે સંકળાયેલી અનેક બૅન્કો આ કંપનીઓના પોર્ટલ પરથી માલ ખરીદવા માટે ગ્રાહકોને કૅશ-બૅક અને ડિસ્કાઉન્ટની મોટી લાલચ આપે છે.

આ કંપનીઓ યોજનાબદ્ધ રીતે દેશનો ડેટા લીક કરે છે. એનું ઉદાહરણરૂપે આપતા શંકર ઠક્કરે કહ્યું હતું કે કોઈ સરકારી યોજના દ્વારા કાંઈ બુક કરવામાં આવે તો એ વ્યક્તિ પાસે તરત જ આ કંપનીઓનો મેસેજ પહોંચી જાય છે. ડેટા સિક્યુરીટી બાબતે દેશમાં ભૂતકાળમાં પણ વિવિધ ભયસ્થાનો વ્યક્ત કરવામાં આવ્યા છે હજી સુધી ડેટા સિક્યુરીટી બાબતે કોઈ સરકારી કડક પગલા લેવામાં આવ્યા બાબતે આઈ.ટો.એક્સપર્ટ સંમત થતા નથી!