ડી.ડી. જ્વેલર્સ

0
359

ડી.ડી. જ્વેલર્સ

રાજ માર્ગ, ઉપલેટા ફોન: 076220 21383

એવોર્ડ-૧ : The Best jewellery Showroom

          Of Upleta Taluqa,Rajkot District (Saurashtra Region)

એવોર્ડ-૨ :  The Best Jewellery Showroom of Rajkot Dist.

            ( New Showroom Category, Saurashtra Region)

                 ડી.ડી. જ્વેલર્સ ઉપલેટાની શરૂઆત ૧૨૫ વર્ષ પૂર્વે સ્વ. રજનીકાંત દ્વારકાદાસ ધોળકીયાએ એકદમ નાની સોનીની દુકાનથી કરેલી ત્યારપછી તેમના પુત્રો શ્રી માધવભાઈ અને શ્રી દેવેનભાઈએ પોતાની આગવી કોઠાસૂઝ અને અથાગ પરિશ્રમ દ્વારા એ જ સોનીની નાની દુકાન આજે વટવૃક્ષ સમાન સોનાચાંદી અને ડાયમંડ જવેલેરીમાં વિશાળ કલેક્શન સાથે સૌરાષ્ટ્રનો નામાંકિત અને ભવ્ય શોરૂમ બની ગયેલ છે. દરેક પ્રકારની જ્વેલરીમાં અદભુત કલાકારીગીરીની વિશાલ શ્રેણી,ઉચ્ચ ગુણવત્તા અને ગેરેંટીની ખાતરી હોવાથી ઉપલેટા અને આજુબાજુના ગામો ઉપરાંત આજુબાજુના શહેરોના સંતુષ્ટ ગ્રાહકોનો વિશાળ સમુદાય ડી.ડી. જ્વેલર્સ ઉપલેટા સાથે વર્ષોથી સંકળાયેલો છે.

                         વિવેકી અને વિનયી સ્ટાફ દરેક ગ્રાહકને સંતોષકારક રીતે દાગીનાની પસંદગી કરાવે છે અને આ પણ એક વિશેષતા ડી.ડી. જ્વેલર્સની લોકપ્રિયતા અને ગ્રાહકવર્ગમાં વધારો કરે છે અને ગ્રાહકોની ખરીદી યાદગાર બની જાય છે. દાગીનાની ખરીદી માટે  ડી.ડી.જ્વેલર્સમાં એકવાર આવેલ ગ્રાહક તેમના મિત્રો અને સબંધીઓને પણ  ડી.ડી.જ્વેલર્સમાં દાગીનાની ખરીદી માટે લાવે છે તેનું મહત્વનું કારણ ગેરેંટી અને વિશ્વાસ છે જે ડી.ડી. જ્વેલર્સનો ટ્રેડમાર્ક છે.દરેક ગ્રાહકને દાગીનાની વેંચાણ પછીની ઉચ્ચતમ તાત્કાલિક સર્વિસ અને સુવિધા આપવા માટે ડીડી.જ્વેલર્સનો ગ્રાહક્વર્ગ સંમત જણાયો છે.

          

   જયારે એવોર્ડ નોમીનેશનની જાણ પત્ર દ્વારા કરવામાં આવી અને ત્યારબાદ થોડા દિવસો પછી એવોર્ડ સબંધી જોઈતી માહિતી મેળવવા જયારે પહેલી જ વાર કોલ કર્યો તો ડી.ડી.જ્વેલર્સની મેનેજમેન્ટ સિસ્ટમ અમને શ્રેષ્ઠ જણાય આવી કેમ કે પંદર દિવસના લાંબા સમય બાદ પણ પત્ર મળ્યાથી માંડી તમામ વિગતો યાદ હતી!  જરૂરી માહિતી અમોને માત્ર ગણતરીના કલાકોમાં પૂરી પાડી આપેલી આવું ઝડપી અને સચોટ મેનેજમેન્ટ આવડા મોટા બિઝનેસમાં સમય અને પરફેક્શનની દ્રષ્ટિએ અદભૂત ગણાય!

ડી.ડી.જવેલર્સ નાની નાની બાબતોને પણ એક બિઝનેસ એડમિનીસ્ટ્રેસનના એક ભાગ તરીકે તેમનું મેનેજમેન્ટ તેમના બ્રાન્ડીંગ,ઈમેજ,વિશ્વનીયતાને માર્કેટમાં દરેક સ્તરે પોતાને કેવી રીતે શ્રેષ્ઠ સાબિત કરી આપે છે એ નવા વ્યાપાર સાહસિકોએ દાખલો લેવા જેવો તો ખરા જ!

જ્વેલરી બિઝનેસમાં સતત પ્રગતિના પંથ્ગે અગ્રેસર અને ઝળહળતું એવું નામ ડી.ડી.જવેલર્સ ધંધાના વિકાસ અર્થે ગ્રાહકોના પ્રોત્સાહનના ભાગરૂપે ગ્રાહકલક્ષી ભેટ યોજનાઓ નિયત સમયાંતરે આયોજિત કરતા રહે છે જેમાં નવો શોરૂમ થયા બાદ પ્રથમ યોજના સોનાના દાગીનાની ખરીદી સામે તેટલીજ વજનની ચાંદી ગ્રાહકોને ફ્રી આપવામાં આવી હતી. બીજું લકી લક્ષ્મી ભેટ કુપન યોજનામાં રૂ.૩૦,૦૦૦ ની કિંમતના દાગીનાની ખરીદી પર એક ભેટ કુપન આપવામાં આવેલ, ઉપલેટા ખાતે આવેલ એપલ ગ્રીન પાર્ટી પ્લોટમાં વિશાળ ગ્રાહક સમુદાયની હાજરીમાં ગ્રાહકોને આપેલ ભેટ કુપનનો ડ્રો  કરવામાં આવ્યો હતો.

આ ડ્રોના ૧૬ વિજેતા ગ્રાહકોને ત્રણ હોન્ડા એકટીવા સ્કૂટર, ત્રણ હિરો સ્પ્લેન્ડર બાઈક ,પાંચ ૫૦ ઇંચના MI કંપનીના LED ટી.વી. અને પાંચ LENOVO લેપટોપ આપવામાં આવ્યા હતા,નવા શોરૂમની પ્રથમ એનિવર્સરી નિમિત્તે ઉપલેટા શહેરની જાહેર જનતાને કોઈ પણ જાતના ચાર્જ વગર ફ્રીમાં ૫૦૦૦ જેટલા વિવિધ ફૂલછોડના રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું!

 હજી આપણે થોડી વાત કરીશું એ વ્યાપારની નથી પણ સેવાની છે અને શ્રી માધવભાઈ અને શ્રી દેવેનભાઈ જેવા ઉમદા માનવીઓથી સમાજને શું ફાયદો થાય તેની છે. ચાલો પોરબંદર તરફ જતા હાઈવે પર અહી ઉપલેટાની નજીક ડુમીયાણી ટોલ પ્લાઝા પાસે સૌરાષ્ટ્રની મોટામાં મોટી ગીર ગાય ગૌશાળા છે જેનું નામ ‘શ્રી વલ્લભ ગૌશાળા’  છે. આ ભવ્ય ગૌશાળાનું નિર્માણ ડી.ડી. જવેલર્સ પરિવારે કરેલું છે. જ્યાં ગાયોને રહેવા અને નિભાવ માટે શ્રેષ્ઠતમ સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે. ગાયોના સંવર્ધન માટે ઉંચી જાત ધરાવતા ધણખૂંટ પણ આ ગૌશાળામાં છે.

                   કોરોનાકાળ હોય કે અન્ય સમાજસેવા ઉપયોગી કાર્યો હોય શ્રી માધવભાઈ અને શ્રી દેવેનભાઈ તન-મન-ધનથી પોતાનું મહત્તમ યોગદાન સમાજને આપતા રહે છે તેઓ માત્ર વ્યવસાયિક સફળતાની સાથે સમાજ સાથે પણ એટલા જ જોડાય રહ્યા છે

અને તેમની વ્યવસાયિક સફળતાનો લાભ એમણે પોતાના પૂરતો સીમિત ન કરતા સમાજને પણ લાભાન્વિત કર્યો છે એમ ચોક્કસ કહી શકાય!  . ગુજરાત ઇન્ડસ્ટ્રીલ ટાઈમ્સ તેમજ સિદ્ધિ વિનાયક ટ્રસ્ટ આયોજિત ગુજરાતના સૌ પ્રથમ વાર્ષિક ‘ સૌરાષ્ટ્ર જ્વેલરી બિઝનેસ એવોર્ડ-૨૦૨૩’ અંતર્ગત બે એવોર્ડ કેટેગરીમાં એવોર્ડ-૧ : The Best jewellery Showroom Of Upleta Taluqa,Rajkot District (Saurashtra Region) અને એવોર્ડ-૨ :  The Best Jewellery Showroom of Rajkot Dist. ( New Showroom Category, Saurashtra Region) એવોર્ડ વિજેતા બનવા બદલ ડી.ડી.જવેલર્સને ખુબ ખુબ અભિનંદન ! ડી.ડી. જવેલર્સને મળેલ આ એવોર્ડઝ એ આખા સૌરાષ્ટ્ર રિજિયનનો એવોર્ડ બાબતે એક એવો જ્વેલરી શોરૂમ છે કે જેની સમકક્ષ આ એવોર્ડ કેટેગરીમાં નોમિનેશન થઇ શકે એટલા પોઈન્ટ મેળવનાર કોઈ જ્વેલરી શોરૂમ જ અમારી ટીમ પાસે નહોતો!!  આ બાબત પરથી સ્પષ્ટ સમજાય શકે કે ઉપલેટા જેવા શહેરમાં ડી.ડી. જવેલર્સએ કેવા પરિશ્રમ,પ્રમાણિકતા અને હિંમત દ્વારા કેવી આ અદભૂત સફળતા અને સિદ્ધિ હાંસિલ કરી હશે! ડી.ડી.જવેલર્સ તેમજ શ્રી માધવભાઈ, શ્રી દેવેનભાઈ અને તેમના તમામ કર્મચારીઓને એવોર્ડ વિજેતા બનવા બદલ અમારા તરફથી ખુબ ખુબ અભિનંદન સહ હાર્દિક શુભકામનાઓ.