કોઈપણ દેશની વાત હોય કામદારોની સ્થિતિ હંમેશાં ચિંતાનો વિષય રહી છે. સામાન્ય રીતે, તેઓ તેમના કામના બદલામાં ઓછા વેતન (પગાર) મેળવે છે. પરંતુ દુનિયામાં કેટલાક એવા દેશો છે જ્યાં કામદારોની સ્થિતિ ખૂબ સારી છે અને તેમને ખૂબ જ સારું વેતન મળે છે. અમે એવા દેશો વિશે વાત કરી રહ્યા છીએ જ્યાં ન્યૂનતમ વેતન 15 થી 19 લાખ રૂપિયા વાર્ષિક છે. તેમાં લક્ઝમબર્ગ પ્રથમ નંબરે છે.
લક્ઝમબર્ગ
લગભગ 15 લાખ 19 હજાર રૂપિયા
ન્યૂનતમ પગાર (વાર્ષિક)
કામના કલાકો (દર અઠવાડિયે) – 40
લક્ઝમબર્ગ એ એકમાત્ર દેશ છે જ્યાં ન્યૂનતમ પગાર સૌથી વધુ છે. અહીં કામ કરતા કાયદાકીય કામદારોને એક કલાકના કામ માટે આશરે 730 રૂપિયા જેટલા મળે છે.
નેધરલેન્ડ્સ
આશરે 14 લાખ 77 હજાર રૂપિયા
ન્યૂનતમ પગાર (વાર્ષિક)
કામના કલાકો (દર અઠવાડિયે) – 48
ઑસ્ટ્રેલિયા
લગભગ 14 લાખ 61 હજાર રૂપિયા
ન્યૂનતમ પગાર (વાર્ષિક)
કામના કલાકો (દર અઠવાડિયે) – 38