રાધિકા જ્વેલટેક લી.

0
162

રાધિકા જ્વેલટેક લી.,

કાલાવડ રોડ, રાજકોટ

એવોર્ડ-૧ The Biggest Jewellery Showroom of Rajkot District

          (Corporate Sector)

એવોર્ડ-૨ The Best  Jewellery Showroom of Saurashtra

           (Corporate Sector)

 અશોકભાઈ ઝીંઝુવાડિયાએ તેમના પિતા શ્રી મથુરદાસ ઝીંઝુવાડિયા સાથે ગુજરાતમાં રાજકોટ શહેરના સોનીબજારમાં સોનાના દાગીનાના જથ્થાબંધ વિક્રેતા તરીકે વ્યવસાયની શરૂઆત કરી હતી. વર્ષ ૧૯૮૭ની શરૂઆતમાં તેઓએ હોલસેલ યુનિટ બંધ કરી રાધિકા જ્વેલર્સની સ્થાપના કરી.રિટેઈલ માર્કેટની  સફર ૨જી  ઑક્ટોબર ૧૯૮૭થી ૨૦૦ચોરસ ફૂટની નાની જ્વેલરી શોપ માત્ર ૭ કર્મચારીઓ અને ૧૫ કિલો સોનાના દાગીનાના નાના જથ્થા સાથે શરૂ થઈ. પાછળથી વર્ષ ૧૯૯૫માં શ્રી અશોકભાઈનાના ભાઈ શ્રી હરેશભાઈ  ઝીંઝુવાડિયા પારિવારિક વ્યવસાયમાં જોડાયા.

રાધિકા જ્વેલર્સ શ્રી અશોક ઝીંઝુવાડિયાના માલિકી હેઠળ ૩૦મી જૂન ૨૦૧૪ સુધી માલિકીની પેઢી હતી. જૂન ૨૦૧૪થી પેઢીને ૭ ભાગીદારો સાથેની ભાગીદારી પેઢીમાં અને ૨૨ મી જુલાઈ ૨૦૧૬થી પબ્લિક લિમિટેડ કંપનીમાં રૂપાંતરિત કરવામાં આવી હતી

                  રાધિકા જ્વેલટેક લિમિટેડ (અગાઉ રાધિકા જ્વેલર્સ તરીકે જાણીતી હતી) એ રાજકોટની એક જાણીતી રિટેઈલ જ્વેલરી કંપની છે જે ઉચ્ચ ગુણવતાની ખાતરી આપતા સુંદર સોનાના દાગીના અને હીરા જડિત દાગીનાનો વેપાર કરે છે. કંપની પાછળના પ્રેરક બળ શ્રી અશોક ઝીંઝુવાડિયાએ ૧૯૮૭માં રાધિકા જ્વેલર્સનો પાયો નાખ્યો હતો. ત્યારથી રાધિકા જ્વેલટેક લિમિટેડે ઝડપી વિકાસ થયો છે. શરૂઆતના તબક્કામાં રાજકોટ શહેરના સોનીબજારમાં એક નાની દુકાનથી આજે  ૨૫૦૦ ચોરસ ફૂટનો શોરૂમ રાજકોટ, પેલેસ રોડ પર આવેલો છે અને બીજો ભવ્ય શો રૂમ તાજેતરમાં કાલાવડ રોડ પર શરુ કરવામાં આવ્યો છે. રાધિકા જ્વેલટેક લિમિટેડની ગ્રાહક કેન્દ્રિત નીતિઓ , દાગીનાના ગુણવત્તાના ધોરણો,દાગીનાઓની શ્રેષ્ઠ ડિઝાઇનને આભારી છે. , કર્મચારીઓની ઉત્કૃષ્ટ વેચાણ કુશળતા અને ગ્રાહકના દરેક બજેટને અનુરૂપ દાગીનાઓની વિશાલ શ્રેણી રાધિકા જ્વેલટેક લિમિટેડની સફળતાના મુખ્ય કારણો ગણી શકાય!