ગાંધીનગર સ્ટેશન પર 300 રુમની હોટલ બનશે

0
465

ગાંધીનગર:

ગાંધીનગર રેલવે સ્ટેશનને રિ-ડેવલોપ કરવાના પ્રોજેક્ટના ભાગ રુપે સ્ટેશન પર 300 રુમની એક હોટલ બનાવવામાં આવશે, જે હાઈ-ટેક અને પેસેન્જર ફ્રેન્ડ્લી હશે.
ગ્લોબલ ટેન્ડર ઈશ્યુ થવાને કારણે હવે સ્ટેશનનો ડેવલોપમેન્ટ પ્રોજેક્ટ આગળ વધ્યો છે. ઈન્ડિયન રેલવે સ્ટેશન્સ ડેવલોપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ(IRSDCL)ની પ્રિ-બિડ મીટિંગ 26 ઓક્ટોબરના રોજ યોજાશે, જે 130 કરોડ રુપિયાના પ્રોજેક્ટના પહેલા ચરણ માટે હશે. અંદાજે આ પ્રોજેક્ટનો કોસ્ટ 254 કરોડ થશે. આ રેલવે સ્ટેશનના રિ-ડેવલોપમેન્ટ માટે ગુજરાત સરકારે તાજેતરમાં જ સ્પેશિયલ પર્પઝ વેહિકલ(SPV)ની રચના કરી હતી.

આ પ્રોજેક્ટનું મુખ્ય આકર્ષણ 300 રુમની આ હોટલ રહેશે. થોડાક સમય પહેલાં ઈન્ડસ્ટ્રીસ અને માઈનીંગના એડિશનલ ચીફ સેક્રેટરી પી.કે.તનેજાએ આ હોટલની ઘોષણા કરી હતી. એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું કે, પાછલા 7-8 વર્ષોમાં ગાંધીનગરમાં ઘણાં ઈન્ટરનેશનલ એક્ઝિબિશન્સ યોજાયા છે, અને તેના કારણે જ IRSDCLએ આ પ્રોજેકટ માટે ગુજરાત સરકાર સાથે પાર્ટનરશિપ કરી છે. SPV એટલે કે, ગાંધીનગર રેલવે સ્ટેશન ઈન્ટિગ્રેટેડ ડેવલોપમેન્ટ કંપની લિ. સરકારી કંપની છે.

આ કંપની મહાત્મા મંદિર, એક્ઝિબિશન સેન્ટર અને હેલિપેડ ગ્રાઉન્ડ પણ મેઈનટેન કરશે, જ્યાં વાઈબ્રન્ટ સમિટ અને બીજી અગત્યની ઈવેન્ટ્સ યોજાય છે.