શ્રી કાનજીભાઇ રંગાણી (રંગાણી એન્જિનીયરીંગ પ્રા.લી. (શાપર-વેરાવળ રાજકોટ) The Best Industrialist Person of The Year-2024 વિજેતા

0
53

     ગુજરાત ઇન્ડસ્ટ્રિયલ ટાઈમ્સ હેડ ઓફિસ લોધિકા દ્વારા

સૌરાષ્ટ્ર એન્જીનીયરીંગ સેક્ટરનું નામ વિદેશમાં ગુંજતું કરનાર

શ્રેષ્ઠ ઉદ્યોગપતિ જ નહિ ,શ્રેષ્ઠ માનવી પણ એવા

         શ્રી કાનજીભાઇ રંગાણી (રંગાણી એન્જિનીયરીંગ પ્રા.લી. (શાપર-વેરાવળ રાજકોટ)

                           The Best Industrialist Person of The Year-2024 વિજેતા

રાજકોટ જિલ્લામાં આવેલ શાપર(વેરાવળ) ઇન્ડસ્ટ્રીયલ ઝોનનો રાજકોટ જિલ્લાના મહત્વના વિસ્તારમાં સમાવેશ થાય છે! લગભગ દરેક સેક્ટરની ઇન્ડસ્ટ્રીઝ આ વિસ્તારમાં જોવા મળશે!! શાપર(વેરાવળ)ના આ ઔદ્યોગિક ઝોને આ વિસ્તારના અને આસપાસના સેંકડો લોકોને પરોક્ષ અને પ્રત્યક્ષ રોજગારી નિર્માણ કરી આપી છે!

૧૯૯૯-૨૦૦૦ ની સાલ ચાલતી હતી ત્યારે હજી આ વિસ્તાર વિકસિત થઇ રહેલ હતો એ પહેલા ૧૯૯૧માં શ્રી કાનજીભાઈ રંગાણી દ્વારા રંગાણી એન્જીનીયરીંગ પ્રા. લી.ની સ્થાપના કરવામાં આવેલી એટલે કે આ ઔદ્યોગિક ઝોનના પાયા નખાઇ રહ્યા હતા એવા સમયે એમણે શાપર(વેરાવળ)ને કર્મભૂમિ બનાવી હતી એમ કહી શકાય! મેટલ ફ્લેંજ્સ, પાઇપ ફીટીંગ્સ, બેલર મશીનોનું ઉત્પાદન કરતી સૌથી વિશ્વસનીય નામ બની ચૂકી છે!

                 ૧૯૯૯-૨૦૦૦ ના સમય દરમિયાન કોઈ પણ આ વિસ્તારમાં કોઈ સંસ્થા કઈ કામ કરવા આવે કે કોઈ સર્વિસીઝ ટૂ ઇન્ડસ્ટ્રીઝ જેવી સેવાઓના વ્યવસયિક માર્કેટિંગ માટે કોઈ સેલ્સમેન કે એક્ઝીક્યુટીવ વિઝીટ કરે તો તરત એને એક વાત સાંભળવા મળતી કે રંગાણી એન્જિનીયરીંગ વાળા કાનજીભાઈ રંગાણીને મળો! ૧૯૯૯-૨૦૦૦ ના સમય દરમિયાન આ લેખના લેખકને પણ શાપર(વેરાવળ) ના ફિલ્ડ પર કાનજીભાઈ રંગાણીનું નામ સતત સાંભળવા મળતું પણ તેમને મળવાનું સદભાગ્ય ત્યારે પ્રાપ્ત થયું નહોતું!   

 શ્રી કાનજીભાઈ રંગાણીની રંગાણી એન્જિનીયરીંગ પ્રા.લીના માલિક તરીકેની જે પ્રતિષ્ઠા છે એની સાથે અન્ય લોકોને સહકાર આપી તેમને આગળ લઇ આવવાની અને જે કોઈ કામ માટે આવ્યા હોય એમને સહકાર આપવાની એમની લાગણી આજે પણ અદભૂત છે. સમયની સાથે મશીનરી ક્ષેત્રે અવનવા ઇનોવેશન કરવાની ધગશ અને ઉમંગ આજે ઉમરની સાથે વધ્યા છે! પ્રોફેશનલી અને એક શ્રેષ્ઠ માનવી તરીકેની સહજતાનો શ્રી કાનજીભાઈ રંગાણીમાં  અદભૂત સમન્વય છે!  સૌરાષ્ટ્ર એવોર્ડનો સૌથી વધુ પ્રતિષ્ઠિત અને જે એવોર્ડ નક્કી કરવા માટે સૌરાષ્ટ્ર એવોર્ડ કમિટિમાં સૌથી વધુ વૈચારિક અને બૌદ્ધિક દલીલો અને દ્રષ્ટિકોણનો સામનો કરવાનો થાય એ એવોર્ડ The Best Industrialist Person of The Year-2024 વિજેતા તરીકે પસંદગી પામ્યા છે શ્રી કાનજીભાઈ રંગાણી પસંદ થયા છે!

        રંગાણી  એન્જીનીયરીંગ પ્રા.લી.માં મેનેજમેન્ટ મશીનોની ગુણવત્તા માટે ચેરમેનથી લઈને હેલ્પર સુધીના દરેક વ્યક્તિ સભાન છે.  દરેક મશીનો ઉત્પાદકોના પરિક્ષણ પ્રમાણપત્ર સાથે માર્કેટમાં મુકવામાં આવે છે એન્જીનીયરીંગ સેક્ટર મશીનોના એક્સપોર્ટ માટે શ્રી કાનજીભાઈ રંગાણીને તત્કાલીન મહામહિમ રાષ્ટ્રપતિ શ્રી પ્રણવ મુખરજી દ્વારા રાષ્ટ્રપતિ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા! શ્રી કાનજીભાઈએ એન્જીનીયરીંગ ક્ષેત્રે શાપર(વેરાવળ) અને સૌરાષ્ટ્રનું વિદેશમાં પણ ગુંજતું કર્યું છે.  

 વાતચીતમાં કાનજીભાઈ જણાવે છે અમે અમારા ઉત્પાદનોમાં ઉપયોગ થતા અમારા મશીનના દરેક પાર્ટ્સની ક્વોલિટી વિષે અત્યંત કડક ગુણવત્તાનો આગ્રહ રાખીએ છીએ.ઉત્પાદનના દરેક સ્ટેજ પર કડક નિયંત્રણ ધરાવીએ છીએ.એક એક પ્રોડક્ટનો ઈતિહાસનો  રેકોર્ડ રાખવાની એક દસ્તાવેજી સિસ્ટમ છે  જેમાં કાચા માલની વિગતો સાથે ટેસ્ટ રિપોર્ટ્સ, ઉત્પાદકનું ટેસ્ટ સર્ટિફિકેટ, સ્વતંત્ર એજન્સી ટેસ્ટ સર્ટિફિકેટ તેમજ તૈયાર ઉત્પાદનોની ડિસ્પેચ સુધીના તમામ ડોક્યુમેન્ટ રેકોર્ડ રાખવામાં આવે છે.. અમારી પાસે કાર્બન, સિલિકોન, મેંગેનીઝ વગેરે જેવા સામાન્ય તત્વોના જથ્થાત્મક પૃથ્થકરણ માટે સંપૂર્ણપણે સજ્જ રાસાયણિક/ધાતુવિજ્ઞાન પરીક્ષણ પ્રયોગશાળા છે. અમે અસર પરીક્ષણ, ક્રેક ડિટેક્શન ટેસ્ટ વગેરે જેવા ભૌતિક પરીક્ષણો કરવા માટે પણ ખૂબ જ સજ્જ છીએ. અમારી પાસે કાર્બન, સિલિકોન, મેંગેનીઝ વગેરે જેવી ધાતુઓના ટેસ્ટીંગ માટે સંપૂર્ણપણે સજ્જ રાસાયણિક/ધાતુ માટેનું ટેસ્ટીંગ કરતી લેબોરેટરી છે તેમજ મશીનો અને પ્રોડક્ટ્સના ફિઝીકલ ટેસ્ટ જેવા કે મશીનના ઈમ્પેક્ટ ટેસ્ટ અને ક્રેક ડીટેકસન જેવા વિવિધ પરિક્ષણો માટે સુસજ્જ છીએ!

             રંગાણી એન્જિનીયરીંગ પ્રા.લી. ની સફળતામાં ઊંડા ઉતરીએ તો સમજાય કે કાનજીભાઈ રંગાણી અને રંગાણી એન્જિનીયરીંગ પ્રા.લી. નું નામ આજે ઉચ્ચ ગુણવત્તા અને વિશ્વાસનું પ્રતિક બનવું એ કોઈ અકસ્માત નથી! ગુણવતા માટેની અત્યંત ચોકસાઈ અને ગંભીરતા તેમજ શ્રી કાનજીભાઈ રંગાણીનો માનવીય અભિગમ તેમની સફળતા માટે મહત્વના રહ્યા છે!     કાનજીભાઈ રંગાણી એ એન્જીનીયરીંગ ક્ષેત્રે જે અદભૂત કામ કર્યું છે એના સર્જનોની એક ઝલક ‘રંગાણી’ એટલે વિશ્વાસ અને એન્જીનીયરીંગમાં સાધનાની એક સફર!

કાનજીભાઈ રંગાણી એ એન્જીનીયરીંગ ક્ષેત્રે જે અદભૂત કામ કર્યું છે એના સર્જનોની એક ઝલક ‘રંગાણી’ એટલે વિશ્વાસ અને એન્જીનીયરીંગમાં સાધનાની એક સફર!

બેલર મશીનો

—————

હાઇડ્રોલિક CI સ્ક્રેપ બ્રેકિંગ મશીન

ઓટોમેટિક પેપર બેલર મશીન

વર્ટિકલ બેલર મશીન

હાઇડ્રોલિક સ્ક્રેપ બેલિંગ પ્રેસ

હાઇડ્રોલિક બેલર મશીન

—————————————-

બેલિંગ પ્રેસ મશીનો

ઇન્ડસ્ટ્રીયલ બેલિંગ પ્રેસ મશીન

ડબલ એક્શન સ્ક્રેપ બેલિંગ પ્રેસ મશીન

ટ્રિપલ એક્શન બેલિંગ પ્રેસ મશીન

ડબલ એક્શન બેલિંગ પ્રેસ મશીન

હળવા સ્ટીલ બેલિંગ પ્રેસ મશીન

————————————–

હેવી ડ્યુટી લેથ મશીન

——————————————-

હાઇડ્રોલિક પ્રેસ મશીનો

સી ફ્રેમ હાઇડ્રોલિક પ્રેસ મશીન

4 કૉલમ હાઇડ્રોલિક પ્રેસ મશીન

હાઇડ્રોલિક પ્રેસ મશીન

H ફ્રેમ હાઇડ્રોલિક પ્રેસ મશીન

50 ટન હાઇડ્રોલિક પ્રેસ મશીન

——————————————–

હાઇડ્રોલિક પરીક્ષણ મશીનો

———————————————————

ઇન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગ

એલોય કાસ્ટિંગ્સ

ઇન્વેસ્ટમેન્ટ કાસ્ટ પાર્ટ્સ

પ્રિસીસન ઇન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગ

સ્ટેનલેસ સ્ટીલ ઇન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગ્સ

સ્ટેનલેસ સ્ટીલ કાસ્ટિંગ્સ

——————————————–

મેટલ ફ્લેંજ્સ

એલોય સ્ટીલ ફ્લેંજ્સ

વેલ્ડ નેક ફ્લેંજ્સ

લોંગ વેલ્ડ નેક ફ્લેંજ્સ

ASME ફ્લેંજ્સ

સોકેટ વેલ્ડ ફ્લેંજ્સ

——————————————-

નંબર પંચિંગ મશીન

—————————————-

પેપર બેલિંગ પ્રેસ

પેપર બેલિંગ પ્રેસ મશીન

—————————————-

પ્રેસ મશીનો

હાઇડ્રોલિક ડીપ ડ્રોઇંગ પ્રેસ મશીન

ફોર્જિંગ પ્રેસ મશીન

ડીપ ડ્રોઇંગ પ્રેસ મશીન

ટ્રિપલ કમ્પ્રેશન પ્રેસ મશીન

————————————–

રીંગ રોલિંગ મશીન

——————————————-

શીયરિંગ મશીન

સ્ક્રેપ મેટલ શીયરિંગ મશીન

——————

સ્ટીલ રિંગ્સ

રોલ્ડ રિંગ્સ